Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઇન્ડિયન એડલમાંથી એલિમિનેટ થયેલા બે સિન્ગરને ચાન્સ આપશે વિશાલ-શેખર

મુંબઈ : સોની ટીવીના મોસ્ટ સકસેસફુલ શો 'ઇન્ડિયન આઇડલ'ની આ અગિયારમી સીઝન છે. આ સીઝન માટે એના જજ વિશાલ દાદલાણી, નેહા કક્કર અને અનુ મલિક એકધારું એવું કહ્યાં કરે છે કે અત્યાર સુધીની સીઝનના સૌથી બેસ્ટ કન્ટેસ્ટન્ટ આ વર્ષે 'ઇન્ડિયન આઇડલ'ને મળ્યા છે. ગયા વીકમાં થિયેટર રાઉન્ડ હતો જેમાંથી ૩૦માંથી ૧૫ કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કરવાના હતા, એ સિલેક્શન ખરેખર ટફ હતું, પણ શોના નિયમ મુજબ એ કરવું પડે એમ હતું એટલે જજ વિશાલ દાદલાણીએ નક્કી કર્યું કે એલિમિનેટ થયેલા ૧૫માંથી બે સિન્ગરને તે સિન્ગિંગ બ્રેક આપશે.

વિશાલ દદલાણી શેખર રવજિયાણી સાથે મ્યુઝિક આપે છે. વિશાલ-શેખરે અનેક ફિલ્મોમાં હીટ મ્યુઝિક આપ્યું છે, બન્નેની જર્ની ઑલમોસ્ટ દોઢ દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અકબંધ છે.

(12:43 pm IST)