Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદુષણ: પ્રિયંકા ચોપરાએ વ્યક્ત કરી ચિંતા : ઈંસ્ટાગ્રામમાં પોસ્ટ કરી શેર

શેર કરેલ આ ફોટોમાં તેણે માસ્ક સાથે ગોગલ્સ પણ પહેરેલા

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ તેની નેટફ્લિક્સ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે, તો દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણના કારણે હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી છે. લોકો અને મીડિયા સતત આ જ વાતની ચર્ચા કરી રહ્યાં છે. તો હવે પ્રિયંકા ચોપરાએ પણ ઈંસ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી આ અંગેની ચિંતા વ્યક્ત કરી છે

પ્રિયંકાએ ઈંસ્ટાગ્રામમાં શેર કરેલ આ ફોટોમાં તેણે માસ્ક પહેર્યો છે અને સાથે ગોગલ્સ પણ પહેરેલા છે

(12:28 pm IST)