Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જહાન્વીએ પુરૂ કર્યુ શુટીંગ

શ્રીદેવીની દીકરી જહાનવી કપૂર સતત ચર્ચામાં રહે છે. ફિલ્મોની ચર્ચા તો કયારેક પ્રાઇઝ ટેગ સાથેના દૂપટ્ટાને કારણે...ધડક ફિલ્મથી બોલીવૂડમાં આવેલી જહાન્વી હવે અહિ સ્થાન જમાવવામાં સફળ થઇ રહી છે. તેની પાસે મોટી ફિલ્મો હાથ પર છે. તાજેતરમાં 'ગુંજન સકસેના - ધ કારગિલ ગર્લ' નામની ફિલ્મનું શુટીં ગ પુરૂ કર્યુ છે. આ ફિલ્મમાં જહાનવીએ ઇન્ડિયન એરફોર્સ પાયલટ ગુંજન સકસેનાની ભૂમિકા તેણે ભજવી છે. ભારતીય હવાઈદળની પાયલટ ગુંજન સકસેનાના જીવન પર આધારિત આ બાયોપિક ફિલ્મ છે.ઙ્ગગુંજન સકસેના ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ઘ વખતે યુદ્ઘ ક્ષેત્રમાં પ્રવેશ કરવાવાળી પહેલી મહિલા ફાઈટર પાયલટ હતી. અંગદ બેદીએ જ્હાન્વીએ તેના ભાઇનો રોલ નિભાવ્યો છે. જેમાં તેના પાયલટ બનવાના સપના અને પિતાના સહકારની વાતો વણી લેવાશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ગુંજનના પિતાના અને નીના ગુપ્તા માતાના રોલમાં દેખાશે. આવતા વર્ષે ૧૩મી માર્ચના આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(10:05 am IST)