Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાકેશ રોશન ફિટ: ફિલ્મ 'કૃષ-4'ના શૂટિંગ માટે ઉત્સાહિત

મુંબઇ:  હવે રાકેશ રોશન કામ કરવા ફિટ થઈ ગયો છે, અને આગામી ફિલ્મ માટે કામ શરૂ કરી દીધું છે. રાકેશે પુત્ર સાથેની 'કૃષ ૪' ની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે.'' રાકેશ રોશન 'કૃષ ૪' બનાવવા માટે ઉત્સાહિત છે. જે પહેલાની ત્રણ કરતા પણ વધુ ઉત્તમ અને સારી બનાવાની યોજના છે. આ ફિલ્મમાં પાત્રો વધવાની પણ શક્યતા છે. આ ફિલ્મમાં વીએફએક્સ સહિત અન્ય ટેકનિકોનો ઉપયોગ થાય તેવી શક્યતા છે. હૃતિકની આ એક ઉત્તમ ફિલ્મ બને તેવી તૈયારી થઇ રહી છે,'' તેમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યુ હતું રાકેશે આ ફિલ્મની ઘોષણા ક્યારની કરી દીધી છે. ૨૦૨૦ના નાતાલની રીલિઝ કરવાની તેની યોજના છે.રાકેશ-હૃતિક એટલે કે પિતા-પુત્રની આ જોડીએ ભૂતકાલમા ંપણ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો છે. તેથી આ વખતે પણ તેઓ દર્શકોનું ભરપુર મનોરંજન કરશે, એવી સહુને આશા છે.

 

 

(5:30 pm IST)
  • મોંઘવારીનો વધુ એક માર : ડુંગળી ,લસણ ,અને ટમેટા પછી હવે દાળ સહીત કઠોળના ભાવોમાં વધારો : ગ્રહિણીઓનું બજેટ વેરવિખેર access_time 12:54 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • રાત્રે ૧૧.૪પ્ વાગ્‍યે : અમરેલીના ખોડીયાર ડેમના ૯ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવ્‍યા : ધારી પંથકના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો રહ્યો છે : ગીર પંથકના છેવાડાના ગામોમાં સાંજ થી રાતસુધી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે access_time 11:58 pm IST