Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સાઉથની ફિલ્મ 'મમંગમ'નું હિન્દીમાં ટીઝર થયું રિલીઝ

મુંબઈ: બિગ બજેટની ફિલ્મ મમંગમ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મમ્મૂટી મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મમ્મૂટીએ હિન્દીમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.ચાહકો છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ ફિલ્મનું નિર્દેશન એમ પદ્નાકુમારે ભવ્ય રીતે કર્યું છે.આ ફિલ્મમાં પ્રેક્ષકોને પીરિયડ એક્શન ડ્રામા જોવા મળશે. સમાચારો અનુસાર, આ ફિલ્મ 1000 કરોડના ખર્ચે નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી છે.

 

(5:13 pm IST)