Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નિર્માતા નથી બનવું વિદ્યાને

અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં નવી ફિલ્મના કામમાં વ્યસ્ત છે. છેલ્લે તે અક્ષય કુમાર સાથે મિશન મંગલમાં વૈજ્ઞાનિકના રોલમાં જોવા મળી હતી. હવે તે ગણિતજ્ઞ શકુંતલા દેવીના જીવન પર આધારીત ફિલ્મ કરી રહી છે. તો પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની કહાની રજૂ કરતી એક વેબ સિરીઝમાં પણ તે ખાસ રોલ નિભાવી રહી છે. બોલીવૂડમાં સફળતા મળતાં જ અભિનેત્રીઓ અભિનયની સાથે ફિલ્મ નિર્માણનું કામ પણ કરવા માંડે છે. જો કે વિદ્યાના પતિ સિધ્ધાર્થ રોય કપૂર પોતે મોટા પ્રોડ્યુસર છે. જ્યારે વિદ્યાને પુછાયું કે તે પ્રોડ્યુસર બનવા ઇચ્છે છે? ત્યારે તેણે કહ્યું હતું કે હું પ્રોડ્યુસર બનવા ઇચ્છતી નથી, એ કામ માટે મારું માઇન્ડ પણ સેટ નથી. મારા ઘરે એક નિર્માતા છે એ પુરતુ છે. કારકિર્દીના પ્રારંભે વિદ્યાને ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. એક તબક્કે તો તેને લઇને કોઇ ફિલ્મ બનાવવા તૈયાર નહોતું. પણ એ પછી તેની કેટલીક ફિલ્મોએ એવી ધમાલ મચાવી કે તે ઇન્ડસ્ટ્રીમાં ટોચની અભિનેત્રી બની ગઇ. ધ ડર્ટી પિકચર થકી વિદ્યાએ રાતોરાત ટીકાકારોના મોઢા બંધ કરી દીધા હતાં

(9:46 am IST)
  • હિન્દુઓના તીર્થધામ કેદારનાથનો પુનરોધ્ધાર : દેશના 12 જ્યોતિર્લીંગ માંહેના એક કેદારનાથના પ્રવેશદ્વારને ચાંદીથી મઢી દેવાયા : અગાઉના લાકડાના દ્વારને જલંધરના શ્રધ્ધાળુ વેપારીએ ચાંદીથી મઢી દીધા : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મંદિરનો પુનરોદ્ધાર કરવા માટે અનુરોધ કર્યો હતો access_time 12:38 pm IST

  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST

  • કઠોળ પર સ્ટોક લિમિટ લગાવવાની કોઈ વિચારણા નથી :કેન્દ્રના ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારી એજન્સીઓ પાસે કઠોળનો પર્યાપ્ત ભંડાર છે અને કિંમતો પણ નિયંત્રણમાં છે ત્યારે કઠોળની સ્ટોક લિમિટ લાદવી જરૂરી નથી access_time 1:09 am IST