Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

મણિકર્ણિકાનું ટીઝરમાં બિગ બી આપ્યો અવાજ

મુંબઈ:મણિકર્ણિકાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. ટીઝરમાં મહાનાયક અમિતાભ તેમના અવાજમાં પાત્રોનો પરિચય કરાવે છે. બિગ બી રાણી લક્ષ્મીબાઈ સાથે સંકળાયેલી કવિતા ખૂબ લડી મર્દાની… સંભળાવે છે, પરંતુ જાણવા મળ્યા મુજબ એ પંક્તિઓ સુભદ્રા કુમારી ચૌહાણની રચનામાં ફેરફાર કરી રજૂ કરવામાં આવી છે. સુભદ્રા કુમારીની કવિતા છે : સિંહાસન હિલ ઊઠે રાજવંશો ને ભૃકુટી તાની થી, બૂઢે ભારતમ મેં ભી આઈ ફિર સે નયી જવાની થી… જ્યારે અમિતાભે રજૂ કરેલી પંક્તિ આ પ્રકારની છે : ખૂબ લડી મર્દાની થી વો, ઝાંસી વાલી રાની થી વો. મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસીની વાર્તા ભારતમાં ૧૮૫૭માં થયેલા બળવા પર આધારિત છે.

(4:49 pm IST)