Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

પૂજા બેનર્જીની હોટ તસ્વીરોએ જગાવી ચર્ચા

ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી હાલમાં તેના દેખાવને કારણે ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર પૂજાએ તાજેતરમાં હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે સ્વીમસૂટ પહેરેલી જોવા મળી હતી. તેની આ તસ્વીરોએ સોશિયલ મિડીયામાં ભારે ચર્ચા જગાવી હતી. અસંખ્ય ચાહકોએ તસ્વીરોને લાઇક કરી હતી. પૂજાએ ગયા વર્ષે જ બોયફ્રેન્ડ કૃણાલ સાથે સગાઇ કરી છે. આ ઉપરાંત તે મંગેતર સાથે નવા વર્ષની રજા માણવા માટે પણ ગઇ હતી. પૂજા સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. ચાહકો તેના લૂક અને સ્ટાઇલને ખુબ પસંદ કરે છે. ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં તે પાર્વતીનો રોલ પણ નિભાવી ચુકી છે. આ ઉપરાંત કોમેડી લાઇવ, કોમેડી નાઇટ્સ બચાઓ, કોમેડી કલાસીસ સહિતના શો પણ કરી ચુકી છે.

 

(9:42 am IST)