Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ફિલ્મ 'જલેબી'ની પોસ્ટર કર્યું મહેશ ભટ્ટે રિલીઝ

મુંબઈ:ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની આગામી ફિલ્મજલેબી ઓવરલાસ્ટિંગ ટેસ્ટ ઓફ લવને લઈને ખુબજ ઉત્સાહીત છે. મહેશ ભટ્ટનુ કહેવુ છે કે ફિલ્મમાં જીવનની સમસ્યાઓથી લડતા સામાન્ય માણસની કથા છે, જેને ફિલ્મમાં ખુબ સારી રીતે દર્શાવવામાં આવી છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થશે. મહેશ ભટ્ટે ફિલ્મનું પોસ્ટર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યુ છે. ફિલ્મથી ટેલીવિઝનની અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. દિગાંગના સૂર્યવંશી કબૂલ હે, વીરા તેમજ રીયાલીટી શો બિગ બોસમાં કામ કરી ચુકી છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તી અને નવોદિત વરૂણ મિત્રા મુખ્યભૂમિકામાં નજર આવે છે. ફિલ્મને પુષ્પદીપ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

(3:18 pm IST)