Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આ પાત્ર ભજવવું ખુબ રસપ્રદ હતું: સંદિપા

અભિનેતા સંદિપા ધર ફિલ્‍મી પરદે એક દસકાથી વધુ સમયથી અભિનય કરી રહી છે. વર્ષ ૨૦૧૦માં તેણે ઇસી લાઇફમેં ફિલ્‍મથી શરૂઆત કર્યા પછી દબંગ-૨, હીરોપંતી, ગ્‍લોબલ બાબા, કારટેલ, કાગઝ સહિતની ફિલ્‍મો કરી હતી. તે છેલ્લા કેટલાક સમયથી વેબસિરીઝને કારણે વધુ જાણીતી બની છે. હાલમાં જ તે ડો. અરોરામાં એસપીની પત્‍નિ મિથીલાના રોલમાં જોવા મળી હતી. તેણે અભય, ફલી, મુમ ભઇ, બિસાત, છત્તીસ ઓૈર મૈના, માઇ સહિતના શો કર્યા છે. મિથીલાના પાત્ર અંગે સંદિપાએ કહ્યું હતું કેઆ પાત્ર ભજવવું મારા માટે ખુબ રસપ્રદ હતું. કારણ કે તે થોડી સ્‍વીટ અને થોડી તીખી છે. મને કહેવાયું હતું કે રિયલ લાઇફમાં હું છું તેનાથી તદ્દન વિરૂધ્‍ધ પાત્ર મારે ભજવવાનું છે. ગુપ્‍ત રોગ જેવા મુદ્દે વાત કરતાં લોકો ખચકાય છે. અમારી સિરીઝ આની જ વાત કરે છે. આ પાત્ર માટે મેં મારી પર્સનાલિટી બદલી હતી, એ માટે ખુબ મહેનત કરવી પડી હતી.

 

(10:05 am IST)