Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કરણ જોહરે ખરીદી નવી કરોડો રૂપિયાની શાનદાર કાર

કરણના કપડાંથી લઈને તેની કાર સુધીની દરેક વસ્તુ ખૂબ કિંમતી હોય છે

મુંબઇ, તા.૪: પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા કરણ જોહર હાલના દિવસોમાં હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં કરણ જોહર ૮ ઓગસ્ટથી બિગ બોસ ઓટીટી હોસ્ટ કરતો જોવા મળશે. કરણે બિગ બોસ માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. જયારે ચાહકોની નજર કરણ શોમાં નવો તડકો ઉમેરશે તેના પર છે, આ દરમિયાન તે પોતાની મોંઘી કાર લઈને છવાઈ ગયો છે.

કરણ જેટલો પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક છે, તે વૈભવી જીવનશૈલી પણ જીવે છે. કરણના કપડાંથી લઈને તેની કાર સુધીની દરેક વસ્તુ ખૂબ કિંમતી હોય છે. કારના શોખિન કરણની યાદીમાં તાજેતરમાં અન્ય એક નવી ગાડી આવી છે.

હકીકતમાં જોઈએ તો, કરણ જોહરે હાલમાં જ એક ઓડી એ૮એલ કાર ખરીદી છે. કરણે નવી કાર ખરીદી હોવાની જાણકારી કંપનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ફેન્સને આપી હતી. કંપનીએ કરણની નવી કાર સાથેનો એક ફોટો શેર કર્યો છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગયો હતો.

કરણની આ કાર ફ્લોરેટ સિલ્વર કલર છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર (Audi A8 L) એક જ વેરિએન્ટમાં વેચે છે. જેને ૫૫ TFS કહેવાય છે. જેની કિંમત કોઈ પણ કસ્ટમાઈઝેશન વગર ૧.૫૭ કરોડ એકસ શોરૂમ છે. જો કે, કહેવાય છે કે, કરણે કારનું કયુ મોડલ ખરીદ્યુ છે.

સામે આવેલા ફોટોમાં કરણ જૌહર પોતાની નવી કાર ઓડી A8L સાથે ઊભો છે. એટલુ જ નહીં ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, જયારે એવોલ્યુશનની મુલાકાત પરફોર્મેંસથી થાય ઓડી એકસપીરિયંસ લેવા બદલ કરણ જોહરનો ખૂબ ખૂબ આભાર.

(3:59 pm IST)