Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર માટે રાધિકા અને વિક્રાંત તૈયાર

અભિનેત્રી રાધિકા આપ્ટે અને અભિનેતા વિક્રાંત મેસ્સી એક સાથે કામ કરી રહ્યા છે. આ બંને સસ્પેન્સ ક્રાઇમ થ્રિલરમાં કામ કરી રહ્યા છે. જેનું નામ 'ફોરેન્સિક' રખાયું છે. રાધિકા અને વિક્રમ બંનેને આ પ્રકારની સિરીઝ-ફિલ્મો કરવાનો અનુભવ છે. ફોરેન્સિકનું નિર્દેશન વિશાલ ફુરિયા કરી રહ્યા છે. તેની આ પહેલી જ ફિલ્મ છે. રાધિકાએ કહ્યું હતું કે 'થ્રિલર ફિલ્મમાં કામ કરવાનો એક ચોક્કસ રસ્તો છે અને 'ફૉરેન્સિક' દ્વારા એ વધુ આનંદ દાયક બનશે. હું આ કામ માટે ખુબ ઉત્સાહિત છું. વિક્રાંત અને વિશાલે અગાઉ 'ક્રાઇમ જસ્ટિસ'માં પણ સાથે કામ કર્યું હતું. આ વિશે વાત કરતાં વિક્રાંતે કહ્યું હતું કે હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે ફિલ્મ માટે સૌથી મહત્ત્વની સ્ટોરી હોય છે. ડિરેકટર વિશાલ ફુરિયાએ જ્યારે મને આ ફિલ્મની કહાની સંભળાવી ત્યારે એક અભિનેતા તરીકે અને એક દર્શક તરીકે પણ મને તેમાં ખુબ જ રસ પડી ગયો હતો અને મેં રોલ સ્વીકારી લીધો હતો.

(4:32 pm IST)