Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કિયારાને ખુબ પસંદ છે બાળકો

અભિનેત્રી કિયરા અડવાણીએ તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. બોલીવૂડમાં ફિલ્મ ફગ્લીથી અભિનય કારકિર્દી શરૂ કરનારી કિયારાએ અનેક હિટ ફિલ્મોમાં કામ કરીને અહિ સ્થાન બનાવી લીધુ છે. તેની શાહિદ કપૂર સાથેની કબિરસિંહથી ખુબ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેણે પ્રીતિનું પાત્ર ભજવ્યું હતું. લોકો આજે પણ તેને ઘણીવાર આ નામથી બોલાવે છે.

કિયારા અભિનેત્રી નહોતી બની એ પહેલ એક પ્લે સ્કૂલમાં બાળકોને સાચવવાનું કામ કરતી હતી. કિયારા પોતાની માતાની પ્રી સ્કૂલમાં જ આ કામ કરતી હતી. સવારે સાત વાગ્યે સ્કૂલે પહોંચી જઇ બાળકોની દેખભાળ કરવામાં લાગી જતી હતી. બાળકોને નર્સરીની કવિતાઓ પણ સંભળાવતી હતી. આંકડા અને એબીસીડીનું જ્ઞાન પણ આપતી હતી. એટલુ જ નહિ બાળકોના ડાયપર પણ બદલતી હતી. તે કહે છે મને બાળકો ખુબ જ ગમે છે. અક્ષય કુમાર સાથે ગૂડ ન્યુઝમાં જોવા મળેલી કિયારા હવે ભૂલભૂલૈયા-૨માં કાર્તિક આર્યન સાથે છે. એ પછી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની શેરશાહ પણ તેના હાથમાં છે.

(10:05 am IST)