Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ન્યારા બેનર્જી બનશે નેહાની જગ્યાએ બોસ

મે આઇ કમ ઇન મેડમ... સાંભળતા જ ટીવી શો અને અભિનેત્રી નેહા પેન્ડસે નજર સામે આવી જતાં હોય છે. આ શોએ ટીવી પરદે ખુબ ચાહના જગાવી હતી. ફરી એકવાર આ શો શરુ થવાનો છે. જો કે આ વખતે નેહા પેન્ડસેની જગ્યાએ ન્યારા બેનર્જી બિગ બોસનો રોલ અદા કરવાની છે. શોના પાત્રો અને કહાનીમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે.  અગાઉના શોમાં નેહા પેન્ડસે અને સંદિપે મુખ્ય ભુમિકા નિભાવી હતી. હવે બીજી સિઝનમાં નેહાની જગ્યાએ ન્યારા અને સંદિપની જગ્યાએ રાજેશ કુમારને લેવામાં આવ્યા છે. ન્યારા પોતાને સુપરહિટ શોની બીજી સિઝનમાં મુખ્ય રોલ મળતાં અત્યંત ખુશ છે. શો સાથે જોડાયેલા લોકો કહે છે આ વખતે કહાની પણ અલગ હશે. જો કે કહાનીનો પ્લોટ અગાઉની સિઝન જેવો જ હોઇ શકે છે. ન્યારા શોમાં રાજેશની બોસનો રોલ નિભાવશે.

ન્યારાએ આ શો માટે ઓડિશન આપ્યું છે. રાજેશની પસંદગી પહેલા થઇ ગઇ હતી. આ મહિનામાં શુટીંગ શરૂ થવાની શકયતા છે. મુંબઇમાં જન્મેલી ન્યારા અગાઉ તેલુગ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 

(10:04 am IST)