Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અ‌રીજીત સિંહ, સોનુ નિગમ જેવા ગાયકોની જેમ અખિલ પુરોહિતમાં જબરજસ્ત ટેલેન્ટઃ હનીસિંહ અને કિંજલ દવેના ગીતનું રિમીક્સ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે

મુંબઇઃ અખિલ પુરોહિત નામના યુવા ગાયક કલાકારે હનીસિંહ અને કિંજલ દવેના ગીતનું ‌રિમીક્સ સોશ્યલ મીડિયામાં નાખતા આ રિમીક્સ વર્ઝન ધૂમ મચાવે છે.

અરજિત સિંહ, આતિફ અસલમ, પાપૌન, સોનુ નિગમ, શાન આ એક એવા સિતારા છે, જેમના ગીત કાનમાં મિસરીને જેમ ફરે છે. આ લોકોના લીસ્ટમાં શામેલ થવા માટે અખિલ પુરોહિત પણ ઘણી મહેનત કરી રહ્યો છે. આમ તો તમે આ કલાકારને નામથી નહીં ઓળખતા હોવ, પરંતુ તમે આ યુવા કલાકારને યૂ-ટ્યૂબ પર જરૂર જોયો હશે.

ચાલો કદાચ ના જોયો હોય તો, આ વીડિયોમાં જોઈ લો. પરંતુ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે, અખિલ જબરદસ્ત ટેલેન્ટેડ છે. તે માત્ર હિંદી જ નહી, પરંતુ રાજસ્થાની, ભોજપુરી, બાંગ્લા, અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ ગીત ગાવામાં માસ્ટર-બ્લાસ્ટર છે.

(6:32 pm IST)