Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રીલીઝ પહેલા વિવાદમાં: નિર્દેશકની થઇ ધરપકડ

મુંબઈ: જેની ઉત્સુક્તાપૂર્વક દર્શકો રાહ જોઈ રહ્યા છે તેવી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની બાયોપિક એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રીલીઝ પહેલા નવા મામલાને લઈ ચર્ચામાં આવી છે. જોકે ફિલ્મને લઈ કોઈ વિવાદ સર્જાયો નથી પરંતુ, ફિલ્મના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે, તેમના પર ૩૪ કરોડ રુપિયાની છેતરપીંડીનો આરોપ છે. વિજય ગુટ્ટે સામે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ (સીજીએસટી)ના સેક્શન ૧૩૨ ()(સી) અંતર્ગત ફરીયાદ દાખલ કરાઈ છે. વિજય ગુટ્ટેની કંપની વીઆરજી ડિઝિટલ કોર્પ પ્રાઈવેટ લિમિટેડ પર કોટા ઈનવોયસ મારફતે ૩૪ કરોડ રુપિયાની છેતરપીંડીનો આરોપ છે. તેમની કંપની પર આરોપ લગાવાયો છે કે, એનિમેશન અને મેનપાવર માટે બીજી કંપની (હોરીઝોન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ)થી ૩૪ કરોડ રુપિયા ખોટી રીતે ઈનવોયસ લીધા. માનવામાં આવી રહ્યુ છે કે બીજી કંપની પર પહેલાથી ૧૭૦ કરોડ રુપિયાના જીએસટી ફ્રોડનો આરોપ છે.

 

(3:38 pm IST)