Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આગામી ફિલ્મમાં સલમાન ખાન લાવશે કંઈક ખાસ

મુંબઇદર્શકોને મનોરંજન પુરું પાડવા માટે બોલીવૂડમાં અનેક ગતકડા કરવામાં આવે છે. સલમાન ખાનની આગામી ફિલ્મમાં પણ એક નવીનતા જોવા મળશે. પ્રથમ વખત હિંદી સિનેમાંના એક આઇટમ ગીત માટે ૫૦૦ બેકગ્રાઉન્ડ ધરાવતા ડાન્સર્સ થિરકતા જોવા મળશે. સૂત્રની વાત સાચી માનીએ તો, સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત માં એક ધમાકેદાર ગીતના શૂટિંગની તૈયારી થઇ રહી છે. ગીત ભારતીય ઇતિહાસના ડાન્સ નંબર્સમાં સૌથી મોટું હોવાનું મનાઇ રહ્યું છે. ગીતમાં ૧૦-૨૦ નહીં પરંતુ પ૦૦ જેટલા ડાન્સર્સ ધમાલ મચાવતા જોવા મળશે. ગીત એક સર્કસમાંનું હશે જેથી તેમાં ૫૦૦ જેટલા ડાન્સર્સ સામેલ થશે. ગીત એક સ્ટંટ દ્રશ્યનું હશે. જેમાં સલમાન ખાનનો સર્કસમાં આગના કુવામાં પડવાનો સ્ટંટ હશેય ગીત ૬૦ થી ૭૦ના દસકાને સમર્પિત હશે. જ્યારે રશિયાનું સર્કસ સમયે દેશભરમાં લોકપ્રિય હતું. સલમાન ખાનની ફિલ્મ ચર્ચામાં છે. એક તો પ્રિયંકા ચોપરાએ અચાનક છોડી દીધી અને પછી કેટરિના ફિલ્મમાં આવતા તેની બમણી ફી કરી દેવામાં આવી છે.

(3:38 pm IST)