Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભારતમાં સૌથી વધુ બોક્સ ઓફિસ પર વકર્યો કરનાર 'સંજુ' ત્રીજી ફિલ્મ

મુંબઇ: ટોચના અભિનેતા રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રાજકુમાર હીરાણીની ફિલ્મ સંજુએ બોક્સ ઑફિસ કલેક્શનમાં એક નવો ઇતિહાસ રચ્યો હોવાની માહિતી મળી હતી. ફિલ્મ વિવાદાસ્પદ સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ છે. ફિલ્મે ખુદ હીરાણીની પીકે જેવી સુપરહિટ ફિલ્મની આવકને પાછળ રાખી દીધી હોવાની માહિતી મળી હતી. પીકેમાં આમિર ખાને પરગ્રહમાંથી આવેલા એક જીવનો રોલ કર્યો હતો.હવે સંજુ ઓલ ટાઇમ હાઇયેસ્ટ ગ્રોઇંગ ફિલ્મોમાં ત્રીજા ક્રમે આવી ગઇ હતી. અત્યાર અગાઉ બાહુબલિઃ કન્ક્લૂઝને 510.99  કરોડની કમાણી કરી હતી, દંગલે 387.33 કરોડની કમાણી કરી હતી અને હવે સંજુએ 341.22 કરોડની કમાણી કરીને નવો વિક્રમ સર્જ્યો હતો.સંજુની આકરી ટીકા સોશ્યલ મિડિયા પર થઇ હોવા છતાં દર્શકોને ફિલ્મ ગમી બહુ મોટી વાત ગણાય. સમીક્ષકો ઉપરાંત રામ ગોપાલ વર્મા જેવા ફિલ્મ સર્જકોએ પણ રાજકુમાર હીરાણીએ રજૂ કરેલી એકપક્ષી અને સંજય દત્ત સંજોગોનેા શિકાર બન્યો હોવાની કરેલી રજૂઆતની આકરી ટીકા કરી હતી.

(3:35 pm IST)