Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મનોજ બાજપાઈની બે ફિલ્મો રજૂ થશે મેલબોર્ન ફિલ્મોત્સવમાં

મુંબઈ: ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં યોજાનારા ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ટોચના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા મનોજ બાજપેયીની એક નહીં પણ બબ્બે ફિલ્મો રજૂ થશે એવી માહિતી મળતાં મનોજ અને એના ફેન્સ બંને ખુશ થયાં હતાં.દક્ષિણ ગોળાર્ધમાં યોજાતો સૌથી મોટો ફિલ્મ્સ ફેસ્ટિવલ છે જેમાં ભારતના વિવિધ પ્રદેશોની ઉત્તમોત્તમ ફિલ્મેા રજૂ થતી હોય છે. વરસે મનોજ બાજપેયીની બબ્બે ફિલ્મો અલગ અલગ રીતે રજૂ થવાની છે. તબ્રેઝ નૂરાની નિર્દેશિત ફિલ્મ લવ સોનિયાથી ફેસ્ટિવલનો આરંભ થવાનો છે તો ગલી ગુલિયાંનો ખાસ શો અહીં થવાનો છે.અગાઉ ગલી ગુલિયાંનો પ્રીમિયર 2017ના મામી ફિલ્મ્સ ફેસ્ટિવલમાં થયો હતો. હવે મેલબર્નમાં રજૂ થવાની છે. આમ મનોજ બાજપેયીની બબ્બે ફિલ્મો ફેસ્ટિવલમાં સ્થાન પામી રહી છે.લવ સોનિયામાં એક મનોરોગી વ્યક્તિની વાત છે જે વાસ્તવિકતાથી દૂર રહીને પોતાની માનસિક પરિસ્થિતિને અનુરૃપ જીવે છે. પલાયનવાદી છે જે વાસ્તવિકતાથી દૂર ભાગે છે. ગલી ગુલિયાંનું અંગ્રેજી ટાઇટલ ઇન શેડોઝ છે. મનોજને બેસ્ટ એક્ટરનું નોમિનેશન પણ મળ્યું છે.

(3:34 pm IST)