Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ફિલ્મ સર્જક ગૌતમ ઘોષ લાંબા સમય પછી સક્રિય

મુંબઇ: પાર, ગુડિયા અને યાત્રા જેવી સ્વચ્છ ફિલ્મો આપનારા ફિલ્મ સર્જક ગૌતમ ઘોષ ઘણા લાંબા સમયગાળા પછી ફરી સક્રિય થઇ રહ્યા છેઅમિત અગ્રવાલની આદર્શ ટેલિમિડિયા પ્રાઇવેટ લિમિટેડ માટે ગૌતમ એક ફિલ્મ બનાવી રહ્યા છે.હાલ ફિલ્મને વન ડે ઇન રેન્સ નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં મોટે ભાગે નવોદિત કલાકારોને સાઇન કરવામાં આવ્યા છે. જો કે સાવ નવા પણ નથી. કલાકારો એકાદ બે ફિલ્મો કરી ચૂક્યા છે. આદિલ હુસૈન, તિલોત્તમા શોમ,નીરજ કાબી અને પ્રફુલ્લ રોયને ચમકાવતી ફિલ્મનું શૂટિંગ હાલ ઝારખંડમાં ચાલી રહ્યું છે. ફિલ્મ વિશે માહિતી આપતાં અમિતે મિડિયાને કહ્યું, હું અને ગૌતમ વરસોથી એકબીજાને જાણીએ છીએ. અમે એક બંગાળી ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતાય ગૌતમે મને એક વાર્તા કહી સાંભળીને મને થયું કે વાર્તા પરથી તો હિન્દીમાં ફિલ્મ બનાવવી જોઇએ એટલે અમે બંગાળીને બદલે હિન્દીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અમારી વાતો પાક્કી થઇ એના બરાબર ત્રીસ દિવસ પછી અમે શૂટિંગ શરૃ કર્યું.તેણે વધુમાં કહ્યું કે કથાનો વર્ણ્ય વિષય વરસાદને લગતો હોવાથી અમે ચોમાસું ઝડપી લેવાનું નક્કી કર્યું કારણ કે નહીંતર આવતા વરસના ચોમાસા સુધી વાટ જોવી પડે.

(3:34 pm IST)