Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન અને અમેરિકાના ચર્ચિત પોપ સિંગર ડાન્‍સર માઇકલ જેકશન વચ્‍ચે કોઇ સમાનતા જોવા મળતી નથી સિવાય બંને હસ્‍તીઓ ડાન્‍સના દિવાના હતા

નવી દિલ્હી: બોલીવુડની જાણિતી કોરિયોગ્રાફર સરોજખાનનું મોત અચાનક અમેરિકાના ચર્ચિત પોપ સિંગર-ડાન્સર માઇકલ જેક્સનની યાદ અપાવે છે. શંકાની દ્વષ્ટિએ જોઇએ તો તેમાં કોઇ સમાનતા જોવા મળતી નથી. બંને અલગ દુનિયાના લોકો છે. એક અંગ્રેજી પોપ સિંગર અને એક બોલીવુડની કોરિયોગ્રાફર. પરંતુ અમે તમને જણાવી દઇએ કે સમાનતાઓ જે તમને ખૂબ ચકિત કરી દેશે.

બંને હસ્તિઓ ડાન્સના દિવાના હતા

માઇકલ જેક્સન પશ્વિમી દેશો સહિત આખી દુનિયામાં પોતાના ગીતો કરતાં ડાન્સ માટે વધુ જાણિતા હતા. તો બીજી તરફ સરોજ ખાનને બોલીવુડની કોરિયોગ્રાફરને એક ઉંચાઇ સુધી લઇ જવાનો શ્રેય જાય છે. થોડા વર્ષ પહેલાં જ સરોજ ખાને વાતચીતમાં કહ્યું હતું કે માઇકલ જેક્સને ડાન્સને એક નવી ઉંચાઇ આપી છે. સરોજ ખાને માઇકલ જેક્સનનું મૂન વોક અને બ્રેકડાન્સ દુનિયામાં ડાન્સ પ્રેમીઓ માટે એક ગિફ્ટ છે. કુલ મળીને બંને હસ્તીઓ ડાન્સ માટે સમર્પિત રહ્યા.

માઇકલ જેક્સન અને સરોજખાનની મોતનું કારણ પણ સમાન

ડાન્સ પ્રત્યે સમર્પિત આ બે હસ્તીઓમાં એક કોમન વાત એ છે કે બંને ડાન્સરોના મોત કાર્ડિયક અરેસ્ટનું કારણ છે. માઇકલ જેક્સનનું મોત 25 જૂન 2009ને કાર્ડિયક અરેસ્ટ થતાં મોત થયું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર બોલીવુડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોતનું કારણ કાર્ડિયક અરેસ્ટ જ બતાવવામાં આવી રહ્યું છે.

માઇકલ જેક્સનના ઘણા સ્ટેપ્સને કર્યા હતા કોપી

જાણકારોનું કહેવું છે કે સરોજ ખાન પોતે માઇકલ જેક્સનના ડાન્સિંગ સ્ટાઇલથી ખૂબ પ્રભાવિત રહી. તેમણે ઘણી ફિલ્મોમાં માઇકલ જેક્સનની સ્ટાઇલ અને મૂવ્સને કોપી કર્યા હતા. 1990માં આવેલી ફિલ્મ થાનેદારમાં તેમણે તમા તમા ગીતમાં સંજય દત્ત પાસે માઇકલ જેક્સનના સ્ટેપ્સ જ કરાવ્યા હતા. તેને જેક્સનના પોપ્યુલર ગીત Bad થી કોપી કરવામાં આવ્યા હતા.

(5:23 pm IST)