Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મનોજ બાજપાઇનો ખુલાસો, આત્મહત્યાની હતો ખુબ જ નજીક

વડાપાઉં પણ લાગતો મોંઘો

મુંબઈ, તા. ૦૩: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ હવે ડિપ્રેશનને લઈને પોતાની વાત સામે મૂકી રહ્યા છે. સેલેબ્સે પોતાના ડિપ્રેશન સામે લડવાની વાત જનતા સામે રજૂ કરી છે. તાજેતરમાં જ નેશનલ એવૉર્ડ વિનર અભિનેતા મનોજ બાજપાઇએ પોતાના સ્ટ્રગલના શરૂઆતના દિવસોમાં સામે આવેલી મુશ્કેલીઓ વિશે પોતાની વાત લોકો સામે મૂકી છે, તેમણે જણાવ્યું કે તે સમયમાં તે આત્મહત્યા કરવાની ખૂબ જ નજીક હતા. અને વડાપાઉં પણ તેમનો ખૂબ જ મોંઘો લાગતો હતો. ચૉલનું ભાડું પણ મુશ્કેલીથી ભરી શકતા હતા અને એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે તેમની તસવીર ફાડી દીધી હતી.

હકીકતે, બોલીવુડ લાઇફની રિપોર્ટ પ્રમાણે હ્યુમન્સ ઑફ બૉમ્બેને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ બાજપાઇએ કહ્યું, 'હું આત્મહત્યા કરવાની ખૂબ જ નજીક હતો, એટલે મારા મિત્રો મારી સાથે સૂતાં હતા અને મને ક્યારેય એકલો મૂકતાં નહોતા. તેમણે મારો સાથ ત્યાં સુધી ન છોડ્યો જ્યાં સુધી બોલીવુડે મને અપનાવી ન લીધો. તે વર્ષે હું એક ચાયની દુકાન પર હતો, જ્યાં તિગ્માંશુ ધુલિયા પોતાના ખટારા સ્કૂટર પર મને શોધવા પહોંચ્યા. શેખર કપૂર મને 'બેંડિટ ક્વીન'માં કાસ્ટ કરવા માગતા હતા. તો હું તૈયાર થઈ ગયો અને મુંબઈ ચાલ્યો ગયો. એકવાર ફરી એક એડીએ મારી તસવીર ફાડી દીધી અને મેં એક દિવસમાં ત્રણ પ્રૉજેક્ટ ખોઈ દીધા.'

મનોજ બાજપાઈએ આગળ જણાવ્યું કે, 'મને મારા પહેલા શૉટ બાદ 'નીકળી જાઓ' એવું કહી દેવામાં આવ્યું હતું. મારો ચહેરો આઇડલ હીરો ફેસ જેવો નહોતો., તો તેમને લાગતું હતું કે હું મોટા પડદા પર ક્યારેય નહીં જઈ શકું. તે સમયે મને ભાડું આપવામાં પણ મુશ્કેલી પડતી હતી અને મને વડાપાઉં પણ મોંઘો લાગતો હતો. પણ મારા પેટની ભૂખે મને સફળ થવાથી ક્યારેય અટકાવી ન શકી.'

(3:47 pm IST)