Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મારી જિંદગી છે, મરજી પડશે એ જ કરીશઃ શમા

ફિલ્મો અને ટીવીની અભિનેત્રી શમા સિકંદર અવાર-નવાર કોઇને કોઇ વાતે ચર્ચામાં રહે છે. તેને વારંવાર સોશિયલ મિડીયા પર કોસ્મેસ્ટિક સર્જરી બાબતે પણ ટ્રોલ કરવામાં આવે છે. અત્યાર સુધી શમા મોૈન રાખી જવાબ આપતી નહોતી. પરંતુ હવે તેણે કહ્યું છે કે જરૂરી નથી કે તમારામાં થઇ રહેલા દરેક બદલાવ પાછળ કોસ્મેટિક સર્જરીનો જ સહારો હોય છે. શમાએ કહ્યું હતુ કે મને એ જ સમજાતુ નથી કે મેં શું ખોટુ કરી નાંખ્યું છે. હું કઇ રીતે દોષી છું? પણ મને હવે લાગે છે કે મારે કોઇને કંઇ સમજાવવાની જરૂર નથી. આ મારી જિંદગી છે અને મને જે મરજી પડશે એ કરીશ. લોકોને એ ખબર નથી કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ છું. શમાએ સોશિયલ મિડીયા પર દસસાલ ચેલેન્જમાં પોતાની દસ વર્ષ જુની તસ્વીર પોસ્ટ કરી એ પછી તે ટ્રોલ થવા માંડી હતી. શમા વર્ષ ૨૦૦૪થી ટીવી શો યે મેરી લાઇફ હૈ થકી અભિનયની દુનિયામાં કામ કરી રહી છે. તેણે બોલીવૂડની ફિલ્મો પણ કરી છે. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે. 

(9:42 am IST)