Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કાળિયાર હિરણ કેસ મામલે સલમાનને ઝટકો :કોર્ટમાં હાજર કેમ નહિ : સુનાવણીમાં ગેરહાજર રહેવું પડશે નહીંતર જમીન થશે રદ

સલમાનના વકીલ હસ્તિમલ સરસ્વતીએ ત્યા માફી રજૂ કરી;કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મુંબઈ :કાળિયાર હિરણ કેસ મામલે બૉલીવુડ અભિનેતા સલમાનખાનને ઝટકો લાગ્યો છે સલમાનને 4 જુલાઇએ કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતુ, પરંતુ તેના વકીલે માફી રજૂ કરી હતી અને કોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે સલમાન શા માટે હાજર ન રહ્યો? આગળની સુનાવણી પર સલમાન હાજર રહે, નહીંતર જામીન રદ કરવામાં આવશે.

  આ કિસ્સામાં સીજેએમ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. જેના પર સલમાનની અરજી પર જિલ્લા અને સેશન્સ કોર્ટ જોધપુરમાં સુનાવણી થઇ. સલમાનના વકીલ હસ્તિમલ સરસ્વતીએ ત્યા માફી રજૂ કરી તો ડીજે ગ્રામ્ય ચંદ્રકુમાર સોનાગરાની કોર્ટે સલમાનની ગેરહાજરીથી નારાજગી વ્યક્ત કરી હતી.

  આ પેહલા સુનાવણીમાં ડીજે ગ્રામીણ કોર્ટે સલમાનના વકીલને કહ્યું હતું કે લાંબા સમયથી સલમાન હાજર માફી માંગી લઇ રહ્યો છે. જો શક્ય હોય તો તેને આગામી સુનવાણીમાં હાજર રહેવા કહો. જો કે સલમાનના વકીલ નિશાંત બૌડાએ ગુરુવારે પણ સલમાન તરફથી હાજરી માફી રજૂ કરી હતી.
   છેલ્લાં બે દાયકાથી જોધપુરની જુદી જુદી કોર્ટમાં સલમાન સામે અનેક મામલામાં કેસ ચાલી રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં સલમાનના રેકોર્ટમાં જ્યારે કોર્ટમાં સલમાનને બોલાવવામાં આવ્યો ત્યારે સલમાન કોર્ટમાં હાજર રહ્યો, પણ આ વખતે સલમાન કોર્ટમાં હાજર રહ્યો નહીં.

(9:16 pm IST)