Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ફિલ્મ ભારતમાં પ્રિયંકા ચોપરાને મળશે 6 કરોડ

મુંબઇ : અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સુપર સ્ટાર સલમાન ખાન સાથેની ફિલ્મ ભારતમાં કામ કરવા માટે સાડા કરોડ રૃપિયા મહેનતાણા તરીકે મળશે એવી માહિતી મળી હતી. હોલિવૂડની જેમ બેાલિવૂડમાં પણ હીરોઇનોને હજુ હીરો જેટલું મહેનતાણું મળતું નથી. જો કે અત્યાર અગાઉ દીપિકા પાદુકોણને ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ માટે ૧૨ કરોડ રૃપિયા મહેનતાણાં તરીકે મળ્યા હતા. પરંતુ પ્રિયંકાને સાડા કરોડથી વધુ મહેનતાણું નહીં મળે એવી જાણકારી મળી હતી. છેલ્લાં બે અઢી વર્ષથી પ્રિયંકા સતત ભારત અને અમેરિકા વચ્ચે ઊડાઊડ કરતી હતી. એને અમેરિકાની એબીસી ટીવી ચેનલે પોતાની સિરિયલ ક્વોન્ટિકો માટે સાઇન કરી હતી અને સિરિયલ હિટ નીવડતાં એની ત્રણ સીઝન થઇ હતી. સિરિયલમાં સરસ કામ કરવા માટે પ્રિયંકાને હોલિવૂડની ત્રણેક ફિલ્મો મળી હતી. હવે સ્વદેશ પાછી ફરી રહી છે ત્યારે એને સલમાન ખાનવાળી ફિલ્મ ભારત માટે સાઇન કરાઇ હતી. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. ફિલ્મથી અલી અને સલમાન ત્રીજીવાર સાથે કામ કરી રહ્યા છે. અગાઉ બંનેએ યશ રાજની સુલતાન અને સલમાનના બેનર તળે બનેલી ટાઇગર જિંદા હૈ ફિલ્મો કરી હતી. હવે બંને ભારત કરી રહ્યા છે જેમાં સલમાનની ઇમેજ બદલીને દેશભક્તની કરવાની છે એવી વાતો સંભળાય છે.

 

 

 

 

(4:54 pm IST)