Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

બોલો લ્યો.. હવે ધોનીની બાયોપીકની સિક્વલ બનાવવાની તૈયારીઓ

મુંબઇભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા અને ક્રિકેટની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂકેલા મહેન્દ્ર સિંઘ ધોનીની બાયો-ફિલ્મની સિક્વલ બનાવવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી હતી. અગાઉ એમએસ ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી (૨૦૧૭) ફિલ્મ બની હતી જે બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી અને ૧૦૦ કરોડથી વધુ આવક નોંધાઇ હતી. ત્યારબાદ ફિલ્મોદ્યોગના કેટલાક લોકોને લાગતું હતું કે ધોનીની કારકિર્દી ખરેખર નેત્રદીપક છે એટલે હજુ બીજી ફિલ્મો બનાવી શકાય એમ છે એટલે ફરી એકવાર ધોનીની સિક્વલ બનાવવાની ચર્ચા શરૃ થઇ તી. લેટેસ્ટ માહિતી મુજબ રોની સ્ક્રૂવાલા દિશામાં પ્લાનિંગ કરી રહ્યા હતા. સમર્થનવિહોણા અહેવાલ મુજબ સુશાંત સિંઘ રાજપૂત ધોનીના રોલ માટે પસંદ થવાનો છે. જો કે હાલ સુશાંત પાસે બીજી બે ફિલ્મો છે પૂરી થયા બાદજ સુશાંત ધોનીની સિક્વલમાં કામ કરી શખે. માહિતી આપનારા સૂત્રે કહ્યું હતું કે સિક્વલમાં ૨૦૦૧માં ભારતીય ટીમે જીતેલા ક્રિકેટના વર્લ્ડ કપ પછીની ધોનીની સિદ્ધિઓને વર્ણવવાની ફિલ્મ સર્જકની યોજના છે. વર્લ્ડ કપ જીત્યા તો ફર્સ્ટ પાર્ટની ફિલ્મમાં આવી ગયું. એટલે સિક્વલમાં પછીની સિદ્ધિઓને લઇ શકાય. હજુ સ્ક્રીપ્ટની વાત ચાલી રહી છે. એટલે હાલ વિશે વધુ માહિતી મળી શકે એમ નહોતું

 

 

(4:53 pm IST)