Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

હાઉસફુલ ૪ માટે પોલ-ડાન્સ શીખતી ક્રિતી ખરબંદા

'યમલા પગલા દીવાના ફિર સે' બાદ ક્રિતી ખરબંદા હવે 'હાઉસફુલ ૪' ની તૈયરી કરી રહી છે. આ ફિલ્મની તૈયારી માટે તે પોલ-ડાન્સ શીખી રહી છે. આ એક કોમેડી ફિલ્મ છે અને એમ છતાં તેના પાત્રને ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. આ માટે ક્રિતી પોલ-ડાન્સની સાથે ડાયટ પણ કરી રહી છે. ફલેકિસબિલિટી માટે તે પોલ-ડાન્સ શીખી રહી છે. ઘણી એકટ્રેસ હવે ફિટ રહેવા માટે પોલ-ડાન્સનો સહારો લે છે. આ વિશે વધુ જણાવતાં ક્રિતીએ કહ્યું  હતું કે 'ફિટનેસ-લેવલ અને તમારી ડાન્સિંગ સ્કિલને વધુ સારી બનાવવા માટે પોલ-ડાન્સ ઉત્તમ છે. પોલ-ડાન્સ મેં અગાઉ કયારેય નથી કર્યો, પરંતુ આ પ્રોસેસમાં મને મજા આવી રહી છે.'

(3:40 pm IST)