Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વધુ એક વખત નેગેટિવ ભુમિકામાં નવાજુદ્દિન સિદ્દકી

નવાજુદ્દિન સિદ્દીકી વધુ એક વખત ટાઇગર શ્રોફ સાથે કામ કરતો જોવા મળશે. હીરોપંતીની સિકવલ હીરોપંતી-૨ બની રહી છે. આ ફિલ્મમાં ટાઇગર સાથે તારા સુતારીયાને લેવામાં આવી છે. ફિલ્મમાં નવાજુદ્દિન વિલનના રોલમાં જોવા મળશે. નવાજ અને તારા ફિલ્મમાં ભાઇ બહેનના પાત્રમાં હશે. નવાજુદ્દિન નેગેટીવ પ્રકારના પાત્રો ભજવવામાં માહેર છે. આ જોતાં ફિલ્મમાં ટાઇગર અને નવાજુદ્દિનની ટક્કર મજેદાર બની રહેશે. અગાઉ મુન્ના માઇકલમાં પણ ટાઇગર અને નવાજુદ્દિન સાથે કામ કરી ચુકયા છે. ટાઇગરે લોકડાઉન પહેલા મુંબઇમાં આ ફિલ્મના મહત્વના શુટીંગના શેડ્યુલ પુરા કરી લીધા હતાં. નવાજુદ્દિન આગામી શેડ્યુલમાં સામેલ થશે. મુંબઇમાં મહામારીને કારણે અમલી લોકડાઉન હટ્યા પછી ધમધોકાર શુટીંગ શરૂ થશે. નવાજુદ્દિન તાજેતરમાં લંડન ખાતે પોતાની એક ફિલ્મનું શુટીંગ કરવા ગયો હતો. સંગીન નામની આ ફિલ્મનું શુટીંગ કરવા તે પહેલી જ વખત લંડન ગયો હતો. જયદિપ ચોપરાની આ થ્રિલર ફિલ્મમાં એલનાઝ નોૈરોઝી તેની સાથે છે. નવાજની અન્ય ફિલ્મમાં જોગીરા સારારા અને નો લેન્ડ્સ મેન પણ સામેલ છે.

(10:21 am IST)