Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કેજીએફ- ૨ માટે જોવી પડશે રાહ

કોરોના લોકડાઉનને કારણે અનેક ફિલ્મોનું પ્રસારણ અટકી ગયું છે. તો અનેક ફિલ્મોના શુટીંગ અધુરા રહી ગયા છે. કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ-૨ પણ તેમાં સામેલ છે. આ ફિલ્મને નિર્માતાઓએ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વિચારણા કરી હતી. પરંતુ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહિ કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે હવે ફિલ્મના ચાહકોએ થિએટર ખુલે તેની રાહ જોવી પડશે. આમ હવે પહેલા કેજીએફની જેમ કેજીએફ-૨ પણ મોટા પરદા પર જોવા મળશે. આ ફિલ્મની સિકવલ પહેલા ભાગ કરતાં વધુ ખર્ચાળ બનાવાયો છે. આ કારણે જ હીરો યશ અને નિર્દેશક પ્રશાંત આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર આવે તેવું ઇચ્છતા નથી. યશએ તેના મિત્રને સ્પષ્ટ કહી દીધુ હતું કે ચાહકોએ ફિલ્મ જોવા માટે થિએટરમાં જ જવું પડશે. થિએટર ખુલવામં હજુ મહિનાઓ વિતી જાય તેવી શકયતા છે. કેજીએફ-૨માં યશ સાથે સંજય દત્ત પણ છે. જે જબરદસ્ત નેગેટિવ રોલમાં જોવા મળશે. રવીના ટંડન પણ મહત્વના રોલમાં દેખાશે.

 

(9:41 am IST)