Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

માધુરી દીક્ષિત - શ્રીરામ નેનેની લવસ્ટોરી પર આધારિત છે 'કહાં હમ, કહાં તુમ'? :જબરી ચર્ચા

મુંબઈ : સસુરાલ સિમર કા' ફૅમ દીપિકા કક્કર અને અભિનેતા કરણ વી ગ્રોવરની એક નવી જોડી સાથે ટેલિવિઝન પર એક નવી લવ સ્ટોરી જોવા મળશે જે સંદીપ સિકંદનો રોમાન્ટિક શૉ 'કહા હમ કહા તુમ' ટૂંક સમયમાં જ ઓન એર થવા જઈ રહ્યો છે.

 

  ત્યારે ટીવી ગપસપમાં એવી ચર્ચા જાગી છે કે શું માધુરી દીક્ષિત અને શ્રીરામની લવસ્ટોરી પર આધારિત આ લવસ્ટોરી છે કે કેમ ?

  શૉના પહેલા ટ્રેલરમાં સૈફ અલી ખાન દ્વારા ઑન-સ્ક્રીન કપલનું પરિચય કરવામાં આવ્યું છે જેંમાં દર્શકોના મનમાં સવાલ ઉભા કરી દીધા છે કે જો એમનું દિલ એક છે, પરંતુ શું તેઓ એકબીજાને સમજવામાં સફળ થશે, જેમાં બે ડિમાન્ડિંગ કરિયર રહેવાની સાથે કોમ્પ્રોમાઈઝની પણ આવશ્યકતા છે. ટૂંક સમયમાં આ ટેલિવિઝન શૉ સ્ટાર પ્લસ પર ઓન એર થવા જઈ રહ્યો છે.

(8:54 pm IST)