Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ફાઇટર્સ?

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મનું નામ 'ફાઇટર્સ' રાખવામાં આવ્યું છે એવી ચર્ચા છે. આ બન્ને પહેલી વાર આ ફિલ્મમાં સાથે દેખાવાના છે. યશરાજ ફિલ્મ્સ અને આ ફિલ્મના ડિરેકટર સિદ્ઘાર્થ આનંદ દ્વારા જયારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એને હૃતિક વર્સસ ટાઇગર નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મને લઈને તેમના ફેન્સમાં પણ ભરપૂર ઉત્સાહ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની એકશન અલગ લેવલની હશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળવાની છે. યશરાજ ફિલ્મ્સ એને પ્રોડ્યુસ કરશે.

(2:09 pm IST)