Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સન્ની સાથે મંદાનાની હોરર-કોમેડી

અભિનેત્રી સન્ની લિયોની અને બિગ બોસ ફેઇમ મંદાના કરીમી એક સાથે ફિલ્મમાં જોવા મળશે. એક હોરર કોમેડી ફિલ્મ માટે આ બંને અભિનેત્રીની પસંદગી થઇ છે. 'કોકા કોલા' નામની આ ફિલ્મમાં મંદાના નેગેટિવ રોલ નિભાવશે. પ્રસાદ તતિકેનીના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં સન્ની લિયોનીને મુખ્ય રોલ મળ્યો છે. મંદાનાએ કહ્યું હતું કે મેં અનેક પ્રકારના ઓડિશન પછી આ ફિલ્મ મેળવી છે. લગભગ દોઢ વર્ષથી હું કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. મહેન્દ્ર ધારીવાલ અને પરમદિપસિંહ સંધૂ  દ્વારા નિર્મિત આ ફિલ્મનું શુટીંગ આ મહિને દિલ્હી અને નોએડામાં થશે. મેં આવો રોલ પહેલા કદી નિભાવ્યો નથી. ફિલ્મોમાં કામ મેળવવા મેં વજન પણ ઓછુ કરી લીધું છે. વાળ ટૂંકા કરાવી લીધા છે. મંદાનીની સન્ની સાથે પહેલી મુલાકાત બિગ બોસમાં જ થઇ હતી. લગ્ન પછી પતિ ગોૈરવ નહોતો ઇચ્છતો કે મંદાના ફિલ્મો કરે. પણ હવે તે ફરી કામ કરી રહી છે.

(11:42 am IST)