Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

આવી રહી છે સસ્પેન્સ-થ્રિલર-હોરર 'ગેમ ઓવર'

બદલા ફિલ્મમાં જોરદાર અભિનય આપી વાહવાહ મેળવી ચુકેલી તાપસી પન્નુની વધુ એક ફિલ્મ ૧૪મી જુનના આવી રહી છે. 'ગેમ ઓવર' નામની આ ફિલ્મના ટ્રેલરમાં તાપસીનો ગજબનો અભિનય જોવા મળી રહ્યો છે. સસ્પેન્સ અને થ્રિલર અને હોરર એવી આ ફિલ્મનું નિર્દેશન અશ્વિન સરવનને કર્યુ છે. ટ્રેલરમાં તાપસી સાથે જે કંઇ થઇ રહ્યું છે એ દ્રશ્યો હેરાન કરી મુકે તેવા છે. તાપસી સતત ગભરાતી જોવા મળી રહી છે. તેને એક બિમારી છે. પણ જેમ જેમ ટ્રેલર આગળ વધી છે રહસ્ય વધુ ઘેરૂ બનતું જાય છે. તાપસી છેલ્લે વ્હીલ ચેરમાં જોવા મળે છે. તેના પગમાં પ્લાસ્ટર છે, તે ભાગવાનો પ્રયાસ કરતી દેખાય છે. ખુબ ડરેલી જોવા મળે છે. તમિલ તેલુગુ ફિલ્મની આ હિન્દી રિમેક છે. હિન્દી સિવાય આ બંને ભાષામાં પણ ફિલ્મ રિલીઝ થશે.

(11:41 am IST)