Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

માધુરી દિક્ષીત કથ્થક ડાન્સરના રોલમાં

ફિલ્મ કલંકનું શુટીગ સતત ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં માધુરી દિક્ષીત પણ મહત્વના રોલમાં છે. તેના લૂકની તસ્વીરો વાયરલ થઇ ગઇ હતી. કરણ જોહરના ડ્રીમ પ્રોજેકટ સમાન ફિલ્મ કલંકનું શુટીંગ મુંબઇમાં જ થઇ રહ્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર પણ ખાસ રોલમાં છે. માધુરી અને સંજય દત્ત આ ફિલ્મ થકી એકવીસ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે.  માધુરી ફિલ્મમાં કથ્થક ડાન્સરના રોલમાં છે, જે બીજાને કથ્થક શિખડાવે છે. આ ફિલ્મની કહાની અંગ્રેજોના કાળની છે. તે વખતે લાહોરની હીરામંડીમાં લોહારોએ બગાવત કરી દીધી હતી. ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ૧૯મી એપ્રિલે રિલીઝ થશે.

 

(9:33 am IST)