Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બાળકો-પરિવારને આકર્ષિત કરવાનું ગમે છે આદર જૈનને

યુવા અભિનેતા આદર જૈનની ફિલ્મ હેલ્લો ચાર્લી તાજેતરમાં રિલીઝ થઇ છે. જે ઘણા લોકોને ગમી છે. આદરે કહ્યું હતું કે હવે હું સુપરહીરો ફ્રેન્ચાઇઝીની ફિલ્મોનો ભાગ બનવા ઇચ્છુ છું. હું મારી ફિલ્મોથી બાળકોનું મનોરંજન કરવાનું યથાવત રાખીશ. આ માટે સુપરહીરો બનવું જરૂરી છે. હું બાળપણથી જ બેટમેનનો મોટો ચાહક રહ્યો છું. બેટમેન નોલન ફ્રેન્ચાઇઝી હમેંશા મારી પસંદગીની રહી છે. હું મારા સમગ્ર જીવનમાં સુપરહીરોઝને જોઇને રોમાંચીત થતો રહ્યો છું. કોમીક બૂકસ પણ મને ખુબ ગમે છે. હું લાંબા સમયથી સુપરહીરો યુનિવર્સ સાથે જોડાવાની આશા રાખુ છું. હું આ સપનાને સાચુ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છુ઼. જો આ શકય બનશે તો મારી ખુશીનો પાર નહિ રહે. અભિનેતા તરીકે હું એવી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છુ છું જે બાળકો અને પરિવારોને આકર્ષિત કરે. મને આશા છે મારું સપનું ચોક્કસ સાકાર થશે.

(10:41 am IST)
  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST