Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દેશની તમામ હોસ્‍પિટલો ઉપર ભારતીય સેનાએ પુષ્‍પવર્ષા કરતા બોલિવૂડ સિંગર વિશાલ દદલાનીએ સરકાર સામે પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો

મુંબઇ: કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સતત પગલા ઉઠાવી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ પણ સફળતા પ્રાપ્ત થઇ નથી. કોરોનાના ખતરાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉન 17 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર ઉપરાંત સ્વાસ્થય કર્મચારીઓ પણ ફ્રંટ લાઇન પર ઉભા થઇને સંક્રમિતોના જીવ બચાવવામાં લાગેલા છે. સ્વાસ્થય કર્મચારીઓનાં હોસલાને સલામ કરવા માટે ભારતીય સેનાએ હોસ્પિટલ પર પુષ્પવર્ષાનો નિર્ણય કર્યો હતો.

રવિવારે સવારે દેશનાં તમામ હોસ્પિટલમાં ભારતીય સેનાએ હોસ્પિટલ પર પુષ્પવર્ષાનો નિર્ણય કર્યો હતો. રવિવારે સવારે દેશની તમામ હોસ્પિટલમાં ભારતીય વાયુસેનાએ પુષ્પવર્ષા કરી હતી. હવે બોલિવુડ સિંગર વિશાલ દદલાનીની પણ આ અંગે પ્રતિક્રિયા આવી છે. વિશાલે એક રીતે સરકાર પ્રત્યે પોતાનો ગુસ્સો પ્રકટ કર્યો છે.

વિશાલે ટ્વીટ કર્યું કે, ડોક્ટર્સનાં હોસલાને સલામ કરવા માટે ફાઇટર જેટે ઉડ્યન કરી. જ્યારે બીજી તરફ પીપીઇ નહી હોવાની વાત કરનારાઓ પર ડોક્ટર્સને સસ્પેંડ કરવામાં આવી રહ્યા છે. આપણી સાનદાર સેના પીઆઇરનું સમાધાન થઇ ગઇ છે. દિહાડી મજુરો ઘરે જવા માટે ભાડા ચુકવી રહ્યા છે જ્યારે આપણી સરકાર સમાધાનના બદલે અન્ય વસ્તુઓ પર ખર્ચાઓ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે શુક્રવારે આ જાહેરાત કરી હતી કે, સેના નાં ત્રણેય અંગ કોવિડ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરી, માઉન્ટેન બેડ પર્ફોમ કરીને કોરોનાના કર્મવીરો પ્રત્યે આભાર વ્યક્ત કરશે. નૌસેનાના ફાઇટર વિમાન બપોરે 3 વાગ્યા બાદ ઉડ્યન કરશે. આ અગાઉ પોલી દળોનાં સન્માનમાં સશસ્ત્ર દળ પોલીસ મેમોરિયલ પર માલ્યાર્પણ પણ કરવામાં આવ્યું.

(5:21 pm IST)