Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પાળતુ પ્રાણીઓ સાથે સમય વિતાવે છે દિશા

લોકડાઉનમાં દરેક અભિનેતા-અભિનેત્રીઓ ઘરે બેઠા સોશિયલ મિડીયા થકી પોતાના ચાહકો સાથે દરરોજ સંપર્કમાં રહે છે. અભિનેત્રીઓ પોતાની નીતનવી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે અને નવી-નવી વાતો જણાવતી રહે છે. દિશા પટાણીએ તાજેતરમાં કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી અને તેમાં તે તેના પાળતુ પ્રાણીઓ સાથે જોવા મળી હતી. તેણે તો એવું પણ કહ્યું હતું કે જાણે  ચિડીયાઘરમાં રહેતી હોઉ એવું લાગે છે.

દિશા પાસે બે પાળેલી બિલાડી છે જેમાં એકનું નામ સ્વીટી અને બીજીનું જૈસ્મીન છે. આ ઉપરાંત એક પાળેલા બે કૂતરા પણ છે, જેમાં એકનું નામ તેણે ગોપૂ રાખ્યું છ અને બીજાનું નામ બેલા રાખ્યું છે. દિશાના ઘરની બારી પાસે એક માળો પણ છે. જેમાં પક્ષીના બચ્ચા પણ છે. દિશા છેલ્લે ફિલ્મ મલંગમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. મોહિત સુરીની આ ફિલ્મ સફળનિવડી હતી. હવે તે સલમાન ખાન સાથે ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ નામની ફિલ્મમાં જોવા મળશે.

(9:43 am IST)