Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સુભાષ ધઇએ બે સિકવલની સ્ક્રિપ્ટ ફાઇનલ કરી

બોલીવૂડમાં મહાન એકટર, પ્રોડ્યુસર અને ડિરેકટર રાજ કપૂર પછી શોમેનનો ખિતાબ નિર્માતા-નિર્દેશક સુભાષ ધઇને અપાયો હતો. ભલે હાલમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં બધા ઘરમાં હોય, આમ છતાં સુભાષ ધઇ રોજ ઘરે રહીને આઠ-નવ કલાક કામ કરી રહ્યા છે. સુભાષ હાલમાં પોતાની એકટીંગ સ્કૂલ ઉપરાંત પોતાના પ્રોડકશન હાઉસમાં બનનારી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. સુભાષે કહ્યું હતું કે તે પોતાની અભિનય સ્કૂલના તમામ છાત્રો અને ફેકલ્ટી સાથે દરરોજ વાત કરે છે. ફિલ્મો અને શો જુએ છે તેમજ સ્ક્રિપ્ટ પર દરરોજ ત્રણેક કલાક કામ કરે છે. તેની ટીમ છેલ્લા છ-સાત મહિનાથી સતત એક કોન્ટેટ તૈયાર કરી રહી છે. હવે બે સ્ક્રિપ્ટ સંપુર્ણ તૈયાર થઇ ગઇ છે. સુભાષ ધઇ સુપરહિટ ફિલ્મ ખલનાયક અને કાલીચરણની રિમેક બનાવી રહ્યા છે. આ બંનેની સ્ક્રિપ્ટ તૈયાર છે. ખલનાયકમાં બલરામ ઉર્ફ બબલૂનો રોલ સંજય દત્તે નિભાવ્યો હતો. બબલૂ અક અંડર કવર પોલીસ ઓફિસરને પ્રેમ કરી બેસે છે. આ રોલ માધુરી દિક્ષીતે નિભાવ્યો હતો. સિકવલની કહાનીમાં બબલૂ જેલમાંથી બહાર આવે એ પછીની કહાની હશે. નવો વિલન હશે. કાલીચરણ૧૯૭૩માં આવી હતી. જેમાં શત્રુઘ્ન સિન્હાનો મુખ્ય રોલ છે.

 

(9:43 am IST)