Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મરાઠી સીરિયલ્સની એક્ટ્રેસ રાત્રે મુંબઈના રસ્તામાં રીક્ષા ચલાવે છે :લક્ષ્મીના જુસ્સાને સલામ :બોમન ઈરાનીએ શેર કર્યો વિડિઓ

બાજુની રિક્ષામાં બેઠેલા સાથે ફોટા પડાવ્યા :મહીલા રીક્ષા ચાલકે તેની રિક્ષામાં બેસવાનું કહે છે અને ફોટા પડાવ્યા

 

મુંબઈ :બીટાઉનના ટેલેન્ટેડ એકેટર બોમન ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોમન ઈરાનીએ મહિલા રીક્ષા ચાલકના જુસ્સાને બિરદાવ્યો છે બોમન ઈરાની એક મહિલા રિક્ષા ડ્રાઈવર સાથે બેસી અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. લાખો વ્યૂઝ મળેલા વીડિયો પર લોકો કોમેન્ટ કરી એક્ટ્રેસના જુસ્સાના વખાણ કરી રહ્યા છે.

 શેર કરવામાં આવેલા વીડિયોમાં બોમન ઈરાની એક રિક્ષામાં બેઠેલા દેખાય છે, ત્યારે તેમની પાસેથી એક અન્ય રિક્ષા પસાર થાય છે, જેને મહિલા ડ્રાઈવ કરી રહી હોય છે. તેમાં બેઠાલા બે વ્યક્તિ જ્યારે બોમન ઈરાનીને જુએ છે તો તેમની સાથે વાત કરવા લાગે છે. તે એક્ટર સાથે ફોટો લેવાનું નિવેદન કરે છે.

     બોમન ઈરાની પોતાના ફેન્સને નિરાશ નથી કરતા અને તુરંત ફોટો લેવા માટે રાજી થઈ જાય છે. બંને રિક્ષા એક જગ્યા પર રોકવામાં આવે છે અને પછી બોમન સાથે લોકો ફોટો ખેંચે છે

   બોમનના વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા રિક્ષા ડ્રાઈવર પણ તેમની સાથે ફોટો લે છે. તે બોમન ઈરાનીને પોતાની પાસે રિક્ષામાં બેસવાની રિક્વેસ્ટ કરે છે. બોમન સાથે ફોટો લેવાની ખુશી મહિાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

   ત્યારબાદ બોમન ઈરાની જણાવે છે કે, રિક્ષા ચલાવનારી મહિલાનું નામ લક્ષ્મી છે, જે મરાઠી સીરિયલ્સમાં એક્ટિંગ કરે છે અને રાત્રે મુંબઈના રસ્તા પર રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે મહિલાના જુસ્સાના વખાણ કરે છે.

  વીડિયોને પોસ્ટ કરવાની સાથે લખવામાં આવેલા મેસેજમાં બોમન ઈરાનીએ લક્ષ્મીને બીજા માટે પ્રેરણા અને રિયલ લાઈફ હીરો બતાવી. સાથે તેમણે તે હંમેશા ખુશ રહે તેવી કામના પણ કરી.

(12:43 am IST)