Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

એકતા કપૂર'કભી ખુશી કભી ગમ'પર બનાવશે સિરિયલ

મુંબઈ: એકતા કપૂરે સોશયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તે એક ફેમિલી ડ્રામા બનાવાની છે. હવે એવી વાત છે કે કરણ જોહરની સફળ ફિલ્મ કભી ખુશી કભી ગમ પર આધારિત આ સિરીયલ બનશે. જેમાં અમિતાભ બચ્ચને ભજવેલું પાત્ર બિજોય આનંદ ભજવે તેવી શક્યતા. '' એકતાએ કભી ખુશી કભી ગમ ફિલ્મ પરથી આધારિત શો બનાવાનો નિર્ણય લઇ લીધો છે. નિર્માત્રીએ આ માટે તૈયારીઓ શરૃ કરી દીધી છે. ચર્ચા છે કે ફિલ્મમાં યશવર્ધન રાયચંદનું પાત્ર માટે તેને ટચૂકડા પડદાનો બિજોય આનંદ યોગ્ય લાગ્યો છે. જોકે એકતા લુક ટેસ્ટ લીધા બાદ જ અંતિમ નિર્ણય લેશે. બિજોય ઉપરાંત એરિકા ફર્નાન્ડિસ આ સિરીયલમાં કાજોલ અથવા કરીનાએ ભજવેલ પાત્ર ભજવે તેવી શક્યતા છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. હાલ એકતા ટચૂકડા પડદાની સાથેસાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ધ્યાન આપી રહી છે. તેણેે ઘણા રસપ્રદ શો પ્રસારિત કર્યા છે. તેમજ હવે તે એક ફેન્ટસી શો બનાવાનો પણ પ્રયાસ કરી રહી છે.
 

(4:19 pm IST)