Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

યોગા ખુબ પસંદ છે કવિતા કૌશિકને

થોડા સમય પહેલા ટીવી પરદાની ચંદ્રમુખી ચૌટાલાએ બિકીની પહેરેલી તસ્વીરો પોસ્ટ કરી ધમાલ મચાવી હતી. તેને આ કારણે ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેણે નિર્ભયતાથી બધાને જડબાતોડ જવાબ આપ્યા હતાં. હવે ફરીથી તેણે બોલ્ડ તસ્વીર પોસ્ટ કરી છે. કવિતા એક સ્વીમિંગ પુલ પાસે ઉભી રહીને પોતાની અદા દેખાડી રહી છે. ૩૭ વર્ષિય કવિતા ખુબ જ હોટ દેખાઇ રહી છે. તેણે આ ફોટા સાથે કેપ્શન લખ્યું છે કે વર્કઆઉટ સાથે દોસ્તી કરો અને પોતાની જાતને પ્રેમ કરો, તમારી બોડી જાતે બનાવો. તે આ તસ્વીરમાં ખુબ જ સુંદર દેખાઇ રહી છે. કવિતાને યોગાનો પણ ખુબ જ શોખ છે. થોડા સમય પહેલા તેણે યોગ કરતી તસ્વીરો પોસ્ટ કરી હતી. જેને લોકોએ ખુબ પસંદ કરી હતી.

(9:28 am IST)