Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉન: કન્નડ અભિનેત્રી શર્મિલા મન્દ્રેની કારને નડ્યો અકસ્માત: 3ને ઇજા

મુંબઈ: કન્નડ સીને અભિનેત્રી શર્મિલા મંદ્રે અને તેના મિત્ર લોકેશ વસંત શનિવારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઈ ગ્રાઉન્ડ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર શર્મિલાને તેના ચહેરા અને હાથ પર ઈજાઓ પહોંચી હતી, જ્યારે લોકેશના હાથમાં ફ્રેક્ચર થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને બપોરે 3 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાંથી વસંત નગરના અન્ડરબ્રીજ નજીકની ઘટનાની માહિતી મળી હતી. ત્યારબાદ તરત પોલીસને જાણ થઈ કે ઘાયલોને કનિનગામ રોડ પર ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે 33 33 વર્ષીય શર્મિલા મંદ્રે અને-35 વર્ષીય લોકેશ વસંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પરંતુ માહિતીમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત જે.પી.નગરમાં થયો હતો. પોલીસને આશંકા છે કે બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવાનું ખોટું નિવેદન આપ્યું છે. જોકે, લોકડાઉન દરમિયાન બહાર આવવા માટે બંને પાસે પાસ હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:21 pm IST)