Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ખુશી મળે તેવું કામ કરી રહ્યો છું: અપારશકિત

અપારશકિત ખુરાનાએ પણ ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી લીધી છે. તેને સતત ફિલ્મો મળવા માંડી છે. તે ઇચ્છે છે કે તે સતત એવું કામ કરે કે જેના કારણે લોકોને તેનો અભિનય ગમે અને ફિલ્મ પણ ખુબ ગમે. તે થોડા વર્ષમાં જ લોકપ્રિય બન્યો છે. વર્ષ ૨૦૧૬માં આવેલી દંગલ ફિલ્મથી તેણે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તે સતત આગળ વધી રહ્યો છે. તે કહે છે હું એવી ફિલ્મો કરવા ઇચ્છુ છું કે જે જોયા પછી લોકો તેના વખાણ કરે અને મારા અભિનયના પણ લોકો વખાણ કરે. મારા એકલાના નહિ સમગ્ર ટીમને લોકો અભિનંદન આપે તેવું મને  ગમશે. અપારશકિત કહે છે મારી અંદર એટલુ બધુ સ્વાર્થીપણું નથી, હું બીજા જેવો સ્વાર્થી નથી. હું કોઇ પ્લાન બનાવતો નથી. મારી આગામી સફર વિશેની કોઇ યોજના પણ ઘડી રાખી નથી. હું એ બધુ કરી રહ્યો છું જે કરવાની મારી ઇચ્છા હતી. મને ખુશી મળે તેવી ફિલ્મો હું સતત કરી રહ્યો છું.

(11:28 am IST)
  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • પાકિસ્તાનની સીંધ વિધાનસભામાં બઘડાટીઃમહિલા સભ્યો જીવ બચાવીને ભાગી : ઇમરાન ખાનની તેહરીકે ઇન્સાફ પાર્ટીના નેતાઓ વચ્ચે અંદરોઅંદર યાદવાસ્થળી access_time 1:23 pm IST

  • વડોદરાનાં પાદરામાં આવેલી SBI ની એક બ્રાન્ચમાં મેનેજર સહિત એક સાથે 13 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે : આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા SBI બ્રાન્ચ બંધ કરાઈ access_time 4:58 pm IST