Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સેક્સ ચેન્જ કરીને બૉબી ડાર્લિંગ બનેલી એક્ટ્રેસે માંગ્યા છૂટાછેડા:પતિએ લગ્ન પર કર્યા સવાલ

બૉબી ડાર્લિંગે ઘરેલુ હિંસાનો હવાલો આપીને છૂટાછેડા અને પતિ પાસે 2 કરોડનું વળતર માંગ્યું

મુંબઈની ફેમિલી અદાલતમાં સેક્સ ચેન્જ કરાવ્યા બાદ મહિલા બનેલી ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર બૉબી ડાર્લિંગે ઘરેલુ હિંસાનો હવાલો આપીને છૂટાછેડાની માંગ કરી છે.તેમના પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે. પંકજ શર્માએ પોતાનું સેક્સ ચેન્જ કરાવ્યુ અને પછી પંકજમાંથી પાખી બની ગયા. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બૉબી ડાર્લિંગના નામે ઓળખાય છે.

   બૉબી ડાર્લિંગે કોર્ટમાં અરજી આપીને છૂટાછેડાની માંગ કરી છે અને તે રદ કરવા માટે કહ્યુ જેમાં તેમણે પોતાના પતિને ઓશિવારામાં એક ફ્લેટ ઓક્ટોબર, 2016માં ગિફ્ટ કર્યો હતો. આ ઉપરાંત બૉબીએ બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં વળતર તરીકે પતિ પાસે 2 કરોડ રૂપિયાની માંગ કરી છે. આ મામલે ગયા સપ્ટેમ્બર મહિનામાં ફેમિલી કોર્ટે આદેશ આપતા કહ્યુ હતુ કે સંપત્તિઓ પર યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે.

(11:11 pm IST)