Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

‘રો'નો એજન્‍ટ બન્‍યો જોન અબ્રાહમઃ ફિલ્‍મ રોમિયો અકબર વોલ્‍ટરનું ટ્રેલર થયુ રિલીઝ

મુંબઈ : 2018માં રિલીઝ થયેલી જોન અબ્રાહમની સત્યમેવ જયતેને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી સફળતા મેળવી હતી. થોડા સમય પહેલાં જોનની નવી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને હાલમાં જ આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં હતું.

આજે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ અને 46 સેકંડના આ ટ્રેલરમાં જોનનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં જોને એક ભારતીય રો એજન્ટનો રોલ કર્યો છે જે દેશના દુશ્મનોનો ખાતમો કરવા માટે જીવ પણ કુર્બાન કરવા તૈયાર થઈ જાય છે. જોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર શેયર કર્યું છે.

ફિલ્મ ગોલ્ડ મારફતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચુકેલી મૌની રોલ આ ફિલ્મમાં પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ મૌનીની બીજી ફિલ્મ છે અને એને રોબી ગ્રેવાલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 5 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.

 

(5:16 pm IST)