Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કાર્તિક-કૃતિ ફિલ્મ 'લૂકા છુપી'ની પ્રોમોશન માટે દિલ્હી પહોંચ્યા

મુંબઈ: કાર્તિક આર્યન અને કૃતિ સૅનનની 1 માર્ચે રિલીઝ થયેલ ફિલ્મને પ્રોમોશન કરવા માટે ફિલ્મી જોડી દિલ્હી પહોંચી હતી. તેમની સાથે ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર પર સાથે હતા. ફિલ્મ પ્રોમોશન કરવા પહોંચેલ જોડીએ મીડિયા સાથે ફિલ્મને લઈને ઘણી વાતો કરી અને અલગ અલગ લુકમાં મીડિયા સામે ફોટોસ પણ પડાવ્યા હતા. ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા કાર્તિકે કહ્યું કે  હું ફિલ્મમાં ગુડ્ડુ શુક્લની ભૂમિકામાં ભજવી રહ્યો છે જે નેક્સ્ટ ડોર બોય અને આજની હીરોગીરી વળી ખૂબીઓથી ખુબ દૂર છે અને મને ભૂમિકા મારી અન્ય ફિલ્મની ભૂમિકા કરતા ખુબ પસંદ છે.

(4:59 pm IST)