Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વધુ બે તેલુગુ ફિલ્મ કરી રહી છે નિધી અગ્રવાલ

બોલીવૂડ અભિનેત્રી નિધી અગ્રવાલ હાલમાં ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સતત તસ્વીરો થકી લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં નિધી ખુબ જ સ્ટાઇલીસ અંદાજમાં જોવા મળી હતી. ડેનિમ જીન્સ અને બ્લેક ક્રોપ ટોપ સાથે તે ખુબ જ હોટ દેખાઇ રહી હતી. નિધીએ બોલીવૂડમાં છેલ્લે ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઇકલ નામની ફિલ્મ કરી હતી. જો કે આ ફિલ્મ બોકસ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહોતી. ટાઇગર ઉપરાંત નવાજુદ્દીન સિદ્દીકી પણ એ ફિલ્મમાં મહત્વના રોલમાં હતો. તે વખતે ૪૧ કરોડના બજેટમાં બનેલી એ ફિલ્મ ૪૭.૨ કરોડની કમાણી કરી શકી હતી. નિધીએ બે તેલુગુ ફિલ્મ પણ કરી છે. હૈદરાબાદમાં જન્મેલી નિધી મોડેલ અને ડાન્સર પણ છે. આ વર્ષે હિન્દી ફિલ્મ ઇક્કાનો પ્રોજેકટ તેની પાસે છે.

 

(9:44 am IST)