Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સંજય દત્તે 100 કરોડ રૂપિયાના ચાર ફ્લેટ પત્ની માન્યતાને કર્યા ગિફ્ટ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તે ગત વર્ષે ડિસેમ્બરમાં તેમની પત્ની માન્યતા દત્તને ચાર ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. આ ચાર ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હતી. આ સાથે જ આશ્ચર્યજનક વાત એ છે કે માન્યતા દત્તે સંજય દત્તની આ ભેટ પરત કરી છે. સંજય દત્ત દ્વારા ભેટ અપાયેલા એપાર્ટમેન્ટ્સ મુંબઈના પાલી હિલ સ્થિત ઇમ્પીરીયલ હાઇટ્સ બિલ્ડિંગમાં હતા. જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે ફ્લેટ્સ ત્રીજા અને ચોથા માળ પર સ્થિત હતા.જ્યારે બાકીના બે ફ્લેટ્સ મકાનના 11 મા અને 12 મા માળ પર સ્થિત હતા. આ ચાર ફ્લેટનું માર્કેટ વેલ્યુ 100 કરોડ રૂપિયાથી વધુ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરને લગતા ટ્રાન્ઝેક્શનને કારણે માન્યતા દત્તે ફ્લેટો પરત કર્યા છે.

(5:33 pm IST)