Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

'દિયા ઔર બાતી હમ' ફેઇમ પ્રાચીનો પીછો કરી છેડતીઃ ૪ શખ્સ પકડાયા

પતિ સાથે કારમાં જતી હતી ત્યારે દિલ્હીમાં ચાર શખ્સોએ મોડી રાતે પીછો કર્યોઃ પોલીસે શોધી કાઢયા

નવી દિલ્હી તા. ૪: ટીવી સિરીયલ 'દિયા ઔર બાતી હમ'ની અભિનેત્રી પ્રાચી તેહલાનની કારનો દિલ્હીમાંચાર શખ્સોએ પીછો કરતાં આ મામલે તેણીએ ફરિયાદ કરતાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

પ્રાચી તેહલાન પોતાના પતિ સાથે કારમાં જઇ રહી હતી ત્યારે આરોપીઓએ પોતાની કારથી પીછો કર્યો હતો. પતિ-પત્નિ ગભરાઇ ગયા હતાં અને માંડ ઘરે પહોંચ્યા હતાં. એ પછી પોલીસ ફરિયાદ કરી હતી. પ્રાચી અને તેના પતિ રાતે બે વાગ્યે પોતાના સગાના ઘરેથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રસ્તામાં વેગનઆર કારમાં બેઠેલા ચાર શખ્સોએ તેની કાર અટકાવવાનો પ્રયાસ કરી બાદમાં પીછો કર્યો હતો. પ્રાચીના પતિએ સ્પીડ વધારી દઇ પોતાની કાર રોહિણી સેકટર-૧૪ સ્થિત પોતાની સોસાયટી સુધી પહોંચાડી દીધી હતી. ચારેય શખ્સો પણ ત્યાં સુધી આવી ગયા હતાં. તેણે બાદમાં પ્રાચી સાથે છેડછાડ પણ શરૂ કરી દીધી હતી અને ગાળાગાળી પણ કરી હતી.  પોલીસ સત્વરે પહોંચી હતી અને કારના નંબરને આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતાં.

(12:47 pm IST)