Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગોવામાં શુટીંગ પુરૂ કરી વારીના બીજા પ્રોજેકટ માટે જશે હૈદરાબાદ

બોલીવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અરસ પરસ કામ કરતાં રહે છે. સાઉથની અનેક અભિનેત્રીઓ અને અભિનેતાઓ બોલીવૂડમાં કામ કરી ચુકયા છે, કરી રહ્યા છે. તો બોલીવૂડની અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ ત્યાંની ફિલ્મોમાં કામ કરે છે. વર્ષ ૨૦૧૮માં બોલીવૂડમાં લવયાત્રી ફિલ્મથી અભિયન શરૂ કરનાર વારીના હુશેન બાદમાં સલમાન ખાનની દબંગ-૩માં મુન્ના બદનામ હુઆ ડાન્સ સોંગમાં જોવા મળી હતી. લવયાત્રી પણ સલમાને તેના જીજાજી આયુષ શર્માને લોન્ચ કરવા બનાવી હતી. હવે વારીના દક્ષિણ ભારતીય ફિલ્મમાં તે એન્ટ્રી કરી રહી છે. અહિના એક સુપ્રસિધ્ધ પ્રોડકશન હાઉસ દ્વારા નિર્મિત ફિલ્મમાં દિલચશ્પ ભુમિકા નિભાવી રહી છે. આ તેલુગુ ફિલ્મ હશે. જેમાં વારીનાની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મના શુટીંગ માટે તે આવતા મહિને હૈદરાબાદ જશે. હાલમાં વારીના ગોવામાં શારિબ હાસમી અને ફ્રેડી દારૂવાલા સાથે ફિલ્મ ધ અનકમ્પલીટ મેનના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મની કહાની કિશોરો દ્વારા થતાં અપરાધોની આસપાસ છે. ટીના સિંહ, અલંકૃતા સહાય પણ ખાસ રોલમાં છે.

(10:19 am IST)